આજના સમયમાં વાળ ખરવાની સમસ્યા ખુબ સામાન્ય થઇ ગઈ છે. કામનો તણાવ, ખોરાકની ખોટી આદતો, હોર્મોનલ અસંતુલન અને કેમિકલવાળા પ્રોડક્ટ્સ — આ બધું મળીને વાળને નબળા બનાવી દે છે. પરંતુ સાચી સમજ અને થોડા પ્રાકૃતિક ઉપાય અપનાવવાથી તમે આ સમસ્યાને નિયંત્રણમાં રાખી શકો છો.
૧. પૌષ્ટિક આહાર લો
વાળના મૂળને મજબૂત બનાવવા માટે શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, આયર્ન, ઝિંક અને વિટામિન જોઈએ. તમારા રોજિંદા આહારમાં દાળ, મગ, તલ, બદામ, અખરોટ, લીલા શાકભાજી, દહીં અને છાશનો સમાવેશ કરો.
૨. ટોક્સીન ફ્રી, કેમિકલમુક્ત અને Plant-Based Hair Cleanser વાપરો
Dr. Jaydeep’s Kesh Sudha Hair Cleanser ટોક્સીન ફ્રી ઘટકોથી બનેલુ છે. તેમાં કોઈ હાનિકારક કેમિકલ નથી, અને તેમાંના પ્લાન્ટ-બેઝ્ડ ઘટકો વાળને નરમાઈથી સાફ કરીને સ્કાલ્પને સ્વસ્થ રાખે છે.
૩. હર્બલ તેલથી નિયમિત મસાજ કરો
Dr. Jaydeep’s Herbal Hair Oilમાં રહેલા 47 હર્બલ ઘટકો DHT બ્લોક કરી વાળ ખરવાનું ઘટાડે છે અને નવી વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે.
૪. તણાવ ઓછો કરો
તણાવ હોર્મોનલ અસંતુલન લાવે છે, જે સીધા વાળ પર અસર કરે છે. રોજ 10–15 મિનિટ માટે યોગ, ધ્યાન અથવા પ્રાણાયામ કરો.
૫. પૂરતું પાણી અને ઊંઘ લો
દિવસે ઓછામાં ઓછા ૮–૧૦ ગ્લાસ પાણી પીવું અને ૭ કલાક ઊંઘ લેવી ખૂબ જરૂરી છે.
નિષ્કર્ષ: વાળ ખરવાની સમસ્યા કોઈ એક દિવસમાં ઉકેલાતી નથી, પરંતુ નિયમિત પ્રાકૃતિક સંભાળથી ચોક્કસ નિયંત્રણમાં આવી શકે છે.
🛍️ Product — Kesh Sudha Hair Cleanser